Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Search Suggest

Pradhan Mantri Matru Vandana Yojana Gujarat । પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અરજી ફોર્મ,કોણ લાભ લઇ શકે અને સંપૂર્ણ માહિતી.

Pradhan Mantri Matru Vandana Yojana Gujarat । પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, pradhan mantri matru vandana yojana in gujarati સહાય

 

Pradhan Mantri Matru Vandana Yojana Gujarat । પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અરજી ફોર્મ, કોણ લાભ લઇ શકે અને સંપૂર્ણ માહિતી.


PMMVY યોજના વિશે-About PMMVY Yojana

આજ આપણે વાત કરશુ Pradhan Mantri Matru Vandana Yojana Gujrat વિષે જે હાલ આપડા આપડા રાજ્ય માં કાર્યરત છે. અને કસ્તુર બા પોષણ સહાય યોજના પણ આની સાથે મર્જ કરી દેવામા આવેલ છે તો ચાલો જાણીયે કે આ યોજના શું છે અને કેટલી સહાય મળે છે અને કોણ આ સહાય લઇ શકે છે.



આપણા ભારત દેશ માં મહિલાઓ ને પૂરતો ખોરાક મળતો નથી આના કારણે આપડા દેશ ની મહિલા ઓ માં કુપોશણ જોવા મળે છે.અને જો માતા પોતે જ કુપોષિત હોઈ તો તે એના બાળક ને કેવિ રીતે કુપોષણ મુક્ત કરી શકે એ કેવી રીતે પોતાના બાળક ને સ્વસ્થ બનાવી શકે ? તેથી જ્ જો માતા નબળી હશે તો એ જે બાળક ને જન્મ આપે એ બાળક પણ કુપોષિત હોવાનું જ છે. એટલે જ્ અપુરતા ખોરાક નાં કારણે માતા કુપોષિત રહે છે પછી તેમાં પેટ માં રહેલી બાળક પણ કુપોષિત રહે છે અને પછી થાય છે આવુ કે બાળક સારું જ્ નથી થાય શકતું બાળક નો વિકાસ જ નથી થાય શકતો.


આના ઘણા કારણો છે માતા ગરિબ હોવાથી તે બાળક ના જન્મ સમય સુધી મજૂરી કામ કરે છે જેથી તેને પુરતો આરામ મળતો નથી.અને માતા પ્રસુતિ સમયે કુપોષિત બાળક ને જન્મ આપે છે.અને કુપોષિત માતા નાં કારણે તેને ધાવણ પણ પૂરું બનતું નથી અને બાળક નાં વિકાસમાં અડ્ચણ બને છે.આવી પરિસ્થિતિ નાં કારણે જ ભારત સરકારે 2013 માં રાષ્ટ્રીય ખાધ્ધ સલામતી અન્વયે આ પ્રાધન મંત્રી માતૃ વંદના યોજના નો પ્રારંભ કરાયો હતો.


pradhan mantri matru vandana yojana in gujarati સહાય

આ યોજના માં લાભાર્થી ને 3 હપ્તા માં સહાય ચુકવવા માં આવે છે જેની માહિતી નીચે જણાવેલ છે.


પ્રથમ હપ્તા ની સહાય

ગર્ભાવસ્થા નાં 150 દિવસો દરમિયાન માં પહેલો હપ્તો મળવા પાત્ર છે APL લાભાર્થી ને પેહેલો હપ્તો 1000 રૂપિયા મળે છે. અને BPL લાભાર્થી ને 2000 રૂપિયા મળવા માત્ર છે.


બીજો હપ્તા ની સહાય

સગર્ભાવસ્થા નાં 6 માસ પછી બીજો હપ્તો મળવા માત્ર છે. આમાં APL લાભાર્થી જે 2000 રૂપિયા મળવા માત્ર છે. અને BPL લાભાર્થી ને 2000 રૂપિયા માળવાપાત્ર છે.


ત્રીજો હપ્તા ની સહાય

બાળક ની જન્મ ની નોંધણી કરાવ્યા બાદ એટલે કે બાળક ને BCG,DPT,OPV, hepitatis B જેવી રસીઓ 14 અઠવાડિયા સુધી મુકાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવા માત્ર છે.આમાં APL લાભાર્થી ને 2000 રૂપિયા મળવા પાત્ર છે અને BPL લાભાર્થી ને 2000 રૂપિયા મળવા પાત્ર છે.

એમ કુલ 6000 રૂપિયા લાભાર્થી ને મળવાપાત્ર છે.


પ્રાધન મંત્રી માતૃ વંદના યોજના ની પાત્રતા-Eligibility Of PMMVY

રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે જાહેર એકમો માં નોકરી કરતી હોઇ અથવા હાલ ગમે તે યોજના અમલ માં હોઈ ને તેનો લાભ મળતો હોય આવી મહિલાઓ સિવાય ની બાકી ની મહિલાઓ ને ગર્ભાવસ્થા દરમિયાન અને 6 મહિના સુધી આ યોજના નો લાભ મળવા માત્ર છે.

ગર્ભ અધૂરા માસે પડી જાય અથવા તો મૃત બાળક નો જન્મ થાય આવા કિસ્સા માં આ યોજના નો ફક્ત એક વાર જ્ લાભ મળી શકશે .

ગર્ભ પડી ગયું હોય બાળક મૃત જન્મેલ હોંઇ આવા કિસ્સા મા લાભ મળી શકશે.

લાભાર્થીને આર્થિક સહાય નો પહેલો હપ્તો મળી ગયો હોય એ પછી ગર્ભ પડી ગયું હોઇ તો પછી ની બીજી ગર્ભાવસ્થા વેલા એ પહેલો હપ્તો બાદ કરીને ને બાકી નાં હપ્તા ની સહાય અપાશે.

2017 ની જાન્યુઆરી પછી ની તારીખ પછી પરિવાર માં પહેલા બાળક ને જન્મ આપનારી તમામ માતાઓ ને 6 મહિના સુધી લાભ મળશે.

આ યોજના નાં લાભાર્થી ને સહાય નાં હપ્તા પ્રસુતિ અગાવ મળી ગયેલ હોય અને જો પછી બાળક મૃત જન્મે તો બીજી વખત ની ગર્ભાવસ્થા વખતે આ સહાય નહીં મળે. પરંતુ જન્મ પછી ધાત્રિ મહિલાઓ ને અપાતી સહાય મેળવવા માતા હકદાર ગણાશે.

આશા બેહનો,આંગણવાડી બેહનો,સહાયક બહેનો, વોલેન્ટયર બેહનો જો બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓને પ્રધાન મંત્રી માતૃવંદના યોજના નો લાભ મળી શકે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ગુજરાત માટે આધાર પુરાવા-ડોક્યુમેન્ટ-Document Of PMMVY

પ્રથમ હપ્તા માટે નાં આધારપુરાવા

અરજી ફોર્મ A,

બાળક ની મમતાકાર્ડ ખરી નકલ.

માતા નાં આધાર કાર્ડ ની ખરી નકલ.

બેંક અથવા પોસ્ટ ઓફિસ નાં ખાતા ની પાસબુક ની ખરી નકલ.

BPL લાભાર્થી ને BPL નો તલાટી નો દાખલો.

શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકા માંથી BPL નો દાખલો રજૂ કરવો.

બીજા હપ્તા માટે નાં આધાર પુરાવા.

  1. અરજી ફોર્મ B.
  2. બાળક નું મમતા કાર્ડ ની ખરી નકલ.

ત્રિજા હપ્તા માટે નાં આધાર પુરાવા.

  1. અરજી ફોર્મ C.
  2. બાળક નું મમતાકાર્ડ ની ખરી નકલ.
  3. માતા નું આધાર કાર્ડ અને પિતા નું આધાર કાર્ડ ની ખરી નકલ.
  4. બાળક નાં જન્મ નાં પ્રમાણપત્ર ની ખરી નકલ.

નોંધ:-

કોઈપણ સંજોગો માં લાભાર્થી ને PMMVY અને KPSY(કસ્તુરબા પોષણ સહાય યોજના) નો બંને યોજનાઓ નો લાભ એકસાથે મળી શકશે નહિ.

PMMVY ની લાભ ફક્ત પ્રસુતિ સીમિત જ્ રહેશે.

PMMVY ની લાભ તમામ APL અને BPL લાભાર્થી ને મળવાપાત્ર છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે અરજી ક્યાં કરવી-How To Apply PMMVY

આ યોજના માટે ગામડા નાં લાભાર્થી ઓ માટે તેમના ગામ નાં આંગણવાડી વર્કર પાસે અથવા નર્સ બેન (ANM) પાસે અથવા ગામ નાં આશા બેહનો પાસે અરજી કરી શકો છો અથવા ગામ ની નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈ ને અરજી કરી શકો છો.

શહેરી વિસ્તાર માટે તેઓ નાં વોર્ડ માં આવતી આંગણવાડી વર્કર પાસે અરજી કરી શકો છો અથવા અર્બન આરોગ્ય કેન્દ્ર પર જઈ ને અરજી કરી શકો છો.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ફોર્મ pdf

આ યોજના માટે સરકાર ની આરોગ્ય શાખા દ્વારા ઓફ લાઈન અરજી કરવાની હોય છે.જેમાં 3 હપ્તા માં સહાય મળે છે જેથી આપને 3 પ્રકાર ની અરજી કરવી પડશે. નીચે form 1Aform 1B અને form 1C નાં અરજી ફોર્મ ડાઉનલોડ આપેલ છે જે લાભાર્થી એ ડાઉનલોડ કરવા.















પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે સંપર્ક કચેરી-Contact Of PMMVY
આ યોજના માટે પ્રથમ તો આપ તમારાં ગામ નાં આંગણવાડી વર્કર પાસે જાણકારી લઇ શકો છો અથવા ગામ ના નર્સ બેન (ANM) પાસે અથવા આશા બહેન પાસે જાણકારી લઇ શકો છો

નજીક નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈ ને માહિતી લઇ શકો છો.

શહેરી વિસ્તાર માં પણ આંગણવાડી વર્કર પાસે માહિતી લઇ શકો છો અથવા રૂર્બન આરોગ્ય કેન્દ્ર પર જાય ને માહિતી લઇ શકો છો.

PMMVY વધુ માહિતી માટે નિચે ની લિંક પર જાવ
Official Web Site:- wcd.nic.in/schemes/maternity-benefit-programme