GAGANAYAN MISSION : ચંદ્રયાન 3 પછી ઈસરો નો મોટો પ્રોજેક્ટ વ્યોમમિત્રા નામથી ઓળખાતી રોબોટને અંતરિક્ષમાં મોકલશે ઈસરો જાણો શું છે ગગનયન મિશન
GAGANAYAN MISSION : કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રીના જણાવવાનું સાર, ઓક્ટોબરના પહેલા અથવા બીજા સપ્તાહમાં આ મિશન દ્વારા અવકાશયાન મોકલવામાં આવશે
Table of Contents
GAGANAYAN MISSION
ટાઈટલ. | ચંદ્રયાન 3 પછી ઈસરો નો મોટો પ્રોજેક્ટ વ્યોમમિત્રા નામથી ઓળખાતી રોબોટને અંતરિક્ષમાં મોકલશે ઈસરો જાણો શું છે |
શબ્દ | 400 શબ્દ |
કેટેગરી | ચંદ્રયાન |
વેબસાઇટ | www.populargk.in |
ચંદ્રયાન-3ની સફળતાને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ
ISROનું હવે પછીનું મિશન ગગનયાન
ઓક્ટોબર મહિનામાં અવકાશયાન મોકલવામાં આવશે
ચંદ્રયાન-3ની સફળતાને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. આ દરમિયાન ઈસરોએ દ્વારા તેના નવા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. ISROનું હવે પછીનું મિશન ગગનયાન છે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી જિતેન્દ્ર સિંહે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં આ મિશન પર મોટી માહિતી આપી હતી.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ઓક્ટોબરના પહેલા અથવા બીજા સપ્તાહમાં આ મિશન દ્વારા
અવકાશમાં અવકાશયાન મોકલવામાં આવશે. તેનો લક્ષ્ય એ નક્કી કરવાનો છે કે માનવસહિત મિશન સમયે આ અવકાશયાન તે જ માર્ગ પરથી પાછું આવે જ્યાંથી તે ગયું હતું. અવકાશયાનના સફળ પરીક્ષણ પછી મહિલા રોબોટ વ્યોમમિત્રાને અવકાશમાં મોકલવામાં આવશે.
શું છે આ મહિલા રોબોટ વ્યોમમિત્રા ?
મહિલા રોબોટ વ્યોમમિત્રા મનુષ્યની જેમ જ તમામ પ્રવૃત્તિઓ કરવાની ક્ષમતા છે. જો બધું બરાબર રહેશે તો અમે આગળ વધીશું અને માનવયુક્ત મિશન મોકલીશું. અવકાશયાત્રીઓને પાછા મેળવવું એ તેમને મોકલવા જેટલું જ અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, કોવિડ રોગચાળાને કારણે ગગનયાન પ્રોજેક્ટમાં વિલંબ થયો છે.
ત્રણ વર્ષ પહેલા પ્રથમ વકત રજૂ કરાયું વ્યોમમિત્રા
વ્યોમમિત્રાને ત્રણ વર્ષ પહેલા પ્રથમ વાર વિશ્વ સ્તર પર રજૂ કરવામાં આવ્યું હતું. તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પેસ એક્સપ્લોરર હ્યુમનૉઇડ રોબોટનો ખિતાબ પ્રાપ્ત થયું છે. વ્યોમમિત્રાને બેંગ્લોર સિટી માં રાખવામાં આવેલ છે. સંસ્કૃતમાં વ્યોમ એટલે અવકાશ અને મિત્ર એટલે મિત્ર.
મિશન ગગનયાન મિશન વિશે જાણો કેટલીક અજાણી વાતો
- આ અંતર્ગત આ વર્ષે બે પ્રારંભિક મિશન ઈસરો દ્વારા મોકલવાના છે.
- પ્રથમ મિશન દ્વારા સંપૂર્ણપણે માનવરહિત હશે.
- તેનો લક્ષ એ નક્કી કરવાનો છે કે ગગનયાન રોકેટ જે માર્ગ લે છે તે જ માર્ગેથી સુરક્ષિત રીતે પરત ફરે.
- તેની સફળતા પછી જ 2024માં માનવને અવકાશમાં મોકલવામાં આવશે.
- બીજા મિશનમાં વ્યોમમિત્રા નામની મહિલા રોબોટ મોકલવામાં આવશે. વ્યોમમિત્રા અવકાશયાત્રીઓની જેમ કાર્ય કરશે.
- તે ગગનયાનના ક્રૂ મોડ્યુલને વાંચશે અને આવશ્યક સૂચનાઓને સમજશે. તેમજ ગ્રાઉન્ડ સ્ટેશનમાં હાજર ટીમનો સંપર્ક કરી વાત કરશે.
- આ મિશનના પરિણામો જ મનુષ્ય માટે અવકાશમાં જવાનો માર્ગ ખોલી શકે છે.
- ત્રીજી ફ્લાઈટમાં બે માણસો ને મોકલવાના છે. આ લોકો ત્રણ દિવસ સુધી અંતરિક્ષમાં રહેશે. ગગનયાન પૃથ્વીની નીચેની કક્ષામાં 400 કિમીની ઊંચાઈએ ફરવાનું કાર્ય કરશે.
- એરફોર્સના ચાર પાયલટોને તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
અમારા સાથે જોડાવો
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Whatsaap ગ્રૂપ થી જોડાવો | અહી ક્લિક કરો |
Facebook થી જોડાવો | અહી ક્લિક કરો |